એપ્રિલ ૭

૭ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૭મો(લિપ વર્ષ દરમ્યાન ૯૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૮ દિવસ બાકી રહે છે.

 • ૧૮૨૭ – અંગ્રેજ રસાયણ શાસ્ત્રી,જોહન વોકરે,ગત વર્ષમાં શોધેલી, પ્રથમ માચિસ વહેંચી.
 • ૧૯૦૬ – નેપલ્સમાં 'માઉન્ટ વિસુવિયસ' જવાળામુખી ફાટી નિકળ્યો.
 • ૧૯૪૮ – સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું ગઠન કરાયું.
 • ૧૯૬૪ – આઇ.બી.એમ. એ સિસ્ટમ/૩૬૦ (કોમ્પ્યુટર) જાહેર કર્યું.
 • ૨૦૦૧ – "માર્સ ઓડિસી"(Mars Odyssey) નામક મંગળ યાનનું પ્રક્ષેપણ કરાયું.
 • ૨૦૦૩ – અમેરિકન સૈન્યે બગદાદ કબ્જે કર્યું.
 • ૧૮૯૭ - વિજયરાય વૈદ્ય (‘વિનોદકાન્ત'), ગુજરાતી સાહિત્યકાર. (અ.૧૯૭૪)
 • ૧૯૨૦ – પં.રવિ શંકર, સિતારવાદક.
 • ૧૯૪૨ – જીતેન્દ્ર, અભિનેતા.
 • ૧૯૫૪ – જેકી ચાન,ચાઇનિઝ અભિનેતા,નિર્માતા,નિર્દેશક તથા માર્શલ આર્ટ કલાકાર.
 • ૧૯૪૨ - આનંદશંકર ધ્રુવ, ગુજરાતી વિદ્વાન અને લેખક (જ. ૧૮૬૯)
 • ૧૯૪૭ - હેન્રિ ફોર્ડ, અમેરિકન ઓટોમોબાઇલ નિર્માતા અને ઉદ્યોગપતિ. (જ. ૧૮૬૩)
 • વિશ્વ આરોગ્ય દિન (World Health Day) – વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં ૧૯૧ સભ્ય દેશો દ્વારા ઉજવાય છે.

Other Languages

Copyright